વણાકબોરી ડેમમાંથી 1.75 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું - મહીસાગર નદી
ખેડા: સમગ્ર રાજ્યમાં ભારે વરસાદથી ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે વણાકબોરી ડેમમાંથી 1.75 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, મહીસાગર નદીની સપાટીમાં વધારો થતાં તે બે કાંઠે વહેતી થઇ છે. કડાણા ડેમમાં ઉપરવાસથી પાણીની આવક યથાવત રહેતા કડાણા ડેમમાંથી વણાકબોરી ડેમમાં પાણી છોડાઇ રહ્યું છે. જેથી હાલ વણાકબોરી ડેમ 13 ફૂટ ઓવરફ્લો થઇ રહ્યો છે. આ ઉપરાંત મહી નદી કિનારાના નીચાણવાળા લોકોને તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, વણાંકબોરી ડેમની ક્ષમતા 221 ફૂટની છે. જે હાલ 233 ફૂટે પહોંચી છે. જેથી ડેમ 13 ફૂટ ઓવરફ્લો થઇ રહ્યો છે.