પંચમહાલમાં પમ્પિંગ મોટર બંધ થતા 51 ગામો પાણીથી વંચિત - kandarp pandya
ગોધરાઃ એક્સઠ પાટિયા પાસે નર્મદા યોજના આવેલ છે. જ્યાં મુખ્ય પમ્પિંગ સ્ટેશન રાખવામાં આવ્યું છે .જેમાં પમ્પિંગ ખાતે આવેલ 2 મોટરમાં કોઈ કારણો સર ખામી સર્જાતા પાણી પહોંચાડવામાં મુશ્કેલી સર્જાઈ છે. આ મોટર બંધ થવાના કારણે ગોધરા તાલુકાના પાંડવા તેમજ ધનોલ જૂથના કુલ 51 જેટલા ગામોમાં પીવાનું પાણી બંધ થયું. જેને લઈ ભર ઉનાળે આ ગામના લોકોને છેલ્લા 3 દિવસથી પીવાના પાણી માટે મુશ્કેલી પડી રહી છે.