ખેડા જિલ્લાનો વણાકબોરી ડેમ ઓવરફ્લો, જુઓ વીડિયો... - ગુજરાતમાં વરસાદ
ખેડા: રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખેડા જિલ્લામાં ઉપરવાસ થયેલા ભારે વરસાદના કારણે કડાણા ડેમમાંથી 1,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા મહીસાગર નદી પર આવેલો વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ છલકાઈ જતા મહીસાગર નદીમાં પાણી વહી રહ્યું છે. વણાકબોરી ડેમનું લેવલ 228 પર પહોંચ્યું છે. વણાકબોરી ડેમ છલકાતા જિલ્લાવાસીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. મહીસાગર નદીમાં વધુ પાણી છોડાવાની શક્યતા છે. જેને લઈ નિચાણવાળ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.