ખેડૂતોએ શરૂ કરી ડાંગરના પાકની રોપણી જૂઓ વીડિયો... - gujarat
વલસાડ : જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં વધુ વરસાદ નોંધાયો છે. ધરમપુર અને કપરાડા ચેરાપુંજી તરીકે ઓળખાય છે. છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાએ મહેરબાની કરતા કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. મેઘરાજાની મહેરને પગલે પોતાના ખેતીના સાધનો લઇ ખેડૂતો ખેતરમાં કામે લાગ્યા છે. વરસાદમાં ધરમપુર અને કપરાડાના ખેડૂતો ડાંગરના પાક માટે ખેતરો તૈયાર કરી ડાંગરની રોપણીમાં જોડાયા છે. ધરમપુર અને કપરાડા વિસ્તારના અંતરિયાળ અને પહાડી પ્રદેશોમાં આવેલા અને ખેતરોમાં ખેડૂતો હળ, ટેકટર કે અન્ય સાધનો વડે ખેતરો તૈયાર કરી તેમાં ડાંગરની વાવણી અને રોપણી કરી રહ્યા છે.વલસાડ જિલ્લામાં સૌથી વધુ પાક ડાંગર નોંધાય છે.