ઓલમ્પિયા 2019માં ગુજરાતના બોડી બિલ્ડર વિજય શિંદે ભાગ લેશે, ETV ભારત સાથે EXCLUSIVE વાતચીત - ETV ભારત સાથે EXCLUSIVE વાતચીત
અમદાવાદઃ મુંબઇમાં 15 નવેમ્બરથી ત્રણ દિવસ માટે અમચ્યોર ઓલમ્પિયા 2019 યોજાઇ રહ્યો છે. આ ઓલમ્પિયામાં ભારત સહિત એશિયાઇ દેશોના ખેલાડીઓ ભાગ લેશે. બોડી બિલ્ડિંગની સ્પર્ધામાં ગુજરાત તરફથી વિજય સિંદે ભાગ લઇ રહ્યા છે. બોડી બિલ્ડર વિજય સિંદે છેલ્લા 14 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે, ત્યારે અફસોસની વાત એ છે કે, ગુજરાત તરફથી તેમને પ્રમોટ પણ કરવામાં આવ્યા નથી.