જામનગર: CNG રિક્ષામાંથી ફુગ્ગામાં ગેસ ભરાતો હોવાનો વીડિયો વાયરલ - જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
જામનગર: ઉત્તરાયણના પર્વ પર ફુગ્ગા વેચવા વાળા લોકો દ્વારા CNG રિક્ષામાંથી રણજીત સાગર રોડ પર ફુગ્ગામાં ગેસ ભરવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જામનગરમાં ફુગ્ગામાં ગેસ ભરવામાં આવતા હતા. જે રસ્તા પરથી પસાર થતા ગુજરાત ગેસ લિમિટેડના સિનિયર સેફ્ટી ઓફિસર વિનય ચોટાઇના ધ્યાને આવતાં તેમણે તાત્કાલિક આ લોકોને નાગરિકોની સલામતી સાથે ચેડા કરતા અટકાવ્યા હતા. જામનગર મહાનગરપાલિકાની ટીમને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અંગે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે કાંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.