વલસાડ રૂરલ પોલીસે 1862 કિલો સરકારી ઘઉંનો જથ્થો ઝડપી આરોપીની કરી ધરપકડ - વલસાડ પોલીસ
વલસાડ: રૂરલ પોલીસે 1862 કિલો સરકારી ઘઉંનો જથ્થો ઝડપી પાડ્યો છે. વલસાડ રૂરલ પોલીસે બાતમીના પગલે 1862 કિલો કથિત સરકારી ઘઉંનો જથ્થો લઇ જતા એક ટેમ્પાને ઝડપી પાડી ચાલકને પકડી પાડ્યો હતો. તેમજ તેમણે આ રિપોર્ટ વલસાડ મામલતદારને કરી દીધો હતો. જેની કિંમત પોલીસે રૂપિયા 37,240ની આંકી હતી. આ ઘઉંનું બિલ ન હોવાના કારણે પોલીસે ટેમ્પો ચાલક જેવત સામજી ભાનુશાળીની અટકાયત કરી હતી. તેણે આ જથ્થો સેગવીથી ભરાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ સરકારી ઘઉંનો લોટ બનાવી તે છૂટક વેચતો હોવાનું જણાવ્યું હતુ. જોકે, આ મામલે વધુ તપાસ માટે વલસાડ રૂરલ પોલીસે મામલતદારને રિપોર્ટ કર્યો છે.