JEE અને NEETની પરીક્ષા મુદ્દે વલસાડના લોકોએ શું આપી પ્રતિક્રિયા ? જાણો - ઈજનેરી માટેની જેઈઈ મેઈન
વલસાડ : કોરોનાની મહામારીના કારણે શિક્ષણ ઉપર સીધી અસર પડી છે. કોરોનાના કાળમાં મેડિકલ અને એન્જીન્યરિંગ ક્ષેત્રે પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ તૈયારી કરીને બેઠા હોવા છતાં હજુ સુધી JEE અને NEETની પરીક્ષા લેવામાં આવી નથી. જેના કારણે અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકાર મય તરફ જઈ રહ્યું છે. ત્યારે આ અંગે વલસાડમાં જાણીતા શિક્ષણવિદ અને તબીબોનો ETV ભારતે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો.