વલસાડ કોર્ટે શારીરિક શોષણ કેસમાં યુવકને 7 વર્ષની કેદની સજા ફટકારી - gujarati news
વાપીઃ ભીલાડ પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરનાર શખ્સ સામે ફરીયાદ નોંધાઈ હતી. જે કેસમાં વલસાડ કોર્ટે આરોપીનો 7 વર્ષ કેદની સજા ફટકારી છે. લગ્નની લાલચ આપી શારીરિક સબંધ બાંધવાના કેસમાં સજા આપી હોય તેવો જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો છે. વર્ષ 2011 માં ભીલાડ પોલીસ સ્ટેશનની હદમાં આવતા સરીગામ વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતીને પ્રકાશ વાડિયા નામના યુવકે લગ્નની લાલચ આપી યુવતીને ભગાડી ગયો હતો. આ શખ્સે યુવતીને અલગ અલગ જગ્યાએ લઇ જઇ શારીરિક સબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ યુવતીને તરછોડી દીધી હતી. જેથી આ યુવતીએ ભીલાડ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેને લઈને આરોપી યુવકને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.
Last Updated : Sep 14, 2019, 12:42 PM IST