વડોદરામાં ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓની પાસિંગ આઉટ પરેડ યોજાઇ - Trafik police pared
વડોદરા: શહેરના ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ કામગીરી કરી રહ્યાં છે. સુચારુ ટ્રાફિક નિયમન માટે વડોદરા પોલીસ દ્વારા યુવાનો તેમજ યુવતીઓને ટ્રાફિક નિયમનની તાલીમ આપીને તેમને રોજગારી આપી રહ્યું છે. ટ્રાફિક નિયમન માટે વડોદરા પોલીસ દ્વારા તાલીમ આપીને તૈયાર થયેલા ટ્રાફિક બ્રિગેડની 22મી બેચની પાસિંગ આઉટ પરેડ યોજવામાં આવી હતી. જેમાં ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી યોગેશ પટેલ, સેક્રેટરી સૂર્યકાંત અમીન અને ટ્રાફિક SCPની ઉપસ્થિતિમાં જવાનોનો દિક્ષાન્ત પરેડ સમારોહ યોજવામાં આવ્યો હતો.