કોરોના વાયરસ સામે સાવચેતીરૂપ પગલા લેવામાં વડોદરા તંત્રની બેદરકારી - વડોદરા ન્યૂઝ
સમગ્ર વિશ્વને ભરડામાં લેનાર જીવલેણ કોરોના વાયરસનો ભારત દેશમાં પણ પ્રવેશ થઈ ચૂક્યો છે.અંદાજીત ભારતમાં 32 જેટલાં કેસો નોંધાયા છે. કોરોના વાયરસના ભયથી હવે ભારત દેશ પણ બાકાત નથી. ત્યારે વડોદારા તંત્ર આ અંગે બેદરાકારી દાખવી રહ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જેથી ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે વડોદરામાં લેબ ઉભી કરવા, તેમજ બજારમાં માસ્ક,સેનેટાઈઝર ખૂટી ગયાં હોવાની રજૂઆત સાથે ડેપ્યુટી કલેકટર ખ્યાતિ પટેલને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.