વીર શહીદ જવાન સંજય સાધુની અસ્તીઓ આજે તેમના માદરે વતન જરોદ ખાતે લઈ જવામાં આવી - વીર શહીદ જવાન
વડોદરાઃ વીર શહીદ જવાન સંજય સાધુની અસ્તીઓ આજે તેમના માદરે વતન જરોદ ખાતે લઈ જવામાં આવી હતી અને જરોદ ખાતે આવેલ તેમના પિતા મોહનદાસ સાધુની સમાધિની બાજુમાં શહીદ સંજય સાધુની અસ્તીઓ દફન કરી સમાધિ બનાવવામાં આવી હતી. આજે બપોરે વીર શહીદ જવાન સંજય સાધુની પત્નીના પિતા અને સાધુ પરિવાર સાથે સંજય સાધુના ત્રણ માસૂમ બાળકો શહીદ જવાન સંજય સાધુની અસ્તીઓ લઈ માદરે વતન જરોદ પહોંચ્યા હતા અને જરોદ ખાતે આવેલ મોહનદાસ સાધુની સમાધીની જોડે શહીદ જવાન સંજય સાધુની અસ્થિઓ દફનાવી તેમની સમાધિ બનાવી હતી. આ પ્રસંગે આખું જરોદ ગામ વીર જવાન શહીદ ના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યું હતુ. વીર શહીદ જવાન સંજય સાધુના પિતા મોહનદાસનું અવસાન વર્ષ 2016માં થયું હતું. સંજય સાધુના પિતાની અંતિમ ક્રિયા માદરે વતન જરોદ ખાતે કરવામાં આવી હતી અને જરોદમાં તેમની સમાધિ બનાવવામાં આવી હતી. આજે દેશની રક્ષા કરતા શહીદ થયેલા જવાન સંજય સાધુ જાણે પિતાની ગોદમાં માથુ મૂકી સુઈ ગયા હોય તેમ પિતાની સમાધીની બાજુમાં સમાધીમાં સમાઈ ગયા હતા.