વડોદરામાં જુગારધામ ઝડપાયું, પોલીસે 15 શકુનીઓ અટકાયત કરી - ગુજરાત પોલીસ
વડોદરાઃ શહેરના વાડી વિસ્તારમાં જુગારધામ ધમધમતું હોવાની ચોક્કસ બાતમીના આધારે PCB પોલીસની ટીમે ગાજરાવાડી ઈદગાહ મેદાન પાસેથી 15 જુગારીઓને ઝડપી પાડી પાડ્યા હતા. PCB પોલીસ ટીમના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, રાજેશ ઠાકોર નામનો શખ્સ જુગાર રમાડી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડા પાડી જુગાર રમી રહેલા 15 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે 2.23 લાખ રૂપિયા, જમીન દાવ ઉપરના 28,000 રોકડા, 99,600ની કિંમત ધરાવતા 12 નંગ મોબાઇલ ફોન તથા રૂપિયા 25,000ની કિંમત ધરાવતી એક્ટીવા બાઇક સહિત કુલ 3,75,600ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત પોલીસે તમામ શખ્સોની જુગારધારા હેઠળ અટકાયત કરી જુગાર રમાડનાર રાજેશ ઠાકોરને વોન્ટેડ જાહેર કર્યો હતો.