વડોદરા સાંસદે પશુ આરોગ્ય રથને આપી લીલી ઝંડી - રાજ્ય સરકાર
વડોદરાઃ રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા વિનામૂલ્યે પશુ સારવારની સેવા પુરી પાડવા માટેના 3 ફરતા પશુ દવાખાના(પશુ આરોગ્ય રથ)ને વડોદરાના સાંસદે લીલી ઝંડી આપી હતી. આ ફરતા પશુ દવાખાનાની સારવાર સેવા હાલમાં 30 નિર્ધારિત ગામોને મળશે. વડોદરા જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ જણાવ્યું હતું કે, કોરોનાના સમયમાં મૂંગા પશુઓની પણ કાળજી લેવાના રાજ્ય સરકારનો અભિગમ દર્શાવે છે.