પાદરાના ધારાસભ્યએ આયુર્વેદિક ઉકાળાના પેકેટ આરોગ્ય વિભાગને આપ્યા - આરોગ્ય વિભાગ
વડોદરાઃ જિલ્લાના પાદરામાં વધતા કોરોનાના કેસોએ ચિંતામાં વધારો કર્યો છે, ત્યારે વહીવટીતંત્રની ચિંતામાં પણ વધી છે. પાદરા નગરમાં બેકાબૂ બનેલા કોરોના સામે નાગરિકોને રક્ષણ મળે અને રોગ પ્રતિકારક શકિત વધે તે માટે આરોગ્ય વધર્ક આયુર્વેદિક ઉકાળા 250 કિલોગ્રામના પેકેટ ધારાસભ્ય દ્વારા બનાવવામાં આવ્યા હતા અને આ તમામ પેકેટો પાદરાના નાગરિકો માટે ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર દ્વારા આરોગ્ય વિભાગને આપવામાં આવ્યા હતા. પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર દ્વારા પાદરા તાલુકા હેલ્થ ઓફિસને આ પેકેટ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય વિભાગના ડૉ. ઉદય તિલાવટ અને ડો. વિમલકુમારને આપવામાં આવ્યા હતા. જે આયુર્વેદિક ઉકાળા અધિકારીઓ દ્વારા જે તે વિસ્તારના તબીબોને આપવામાં આવ્યા હતા, જે પાદરાના તમામ નાગરિકો સુધી વિતરણ કરવામાં આવશે.