વડોદરાના વાસણ બજારમાં આવેલ મકાનના ત્રીજા માળે આગ લાગતાં નાસાભાગ - મંગળબજાર
વડોદરાઃ શહેરના અતિ ભરચક ગીરર્દી ધરાવતાં એવા મંગળબજારમાં વાસણ બજારની બાજુમાં આવેલ એક મકાનના ત્રીજા માળે આગ લાગતાં નાસાભાગ મચી હતી. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડના લશ્કરો બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે જાનહાની થતાં ટળી હતી. પ્રાથમિક માહિતી મુજબ મકાનના ત્રીજા માળે એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની મળી હતી.