વડોદરા ખાદી ચરખા ખાતે 2020 ફેશન શો યોજાયો - Vadodara news
વડોદરાઃ ખાદી ગ્રામોદ્યોગ આયોગ દ્વારા યોજયેલા પ્રદર્શન અને વેચાણ કેન્દ્રમાં વિવિધ રાજ્યોની ખાદીની બનાવટો તેમજ ખાદીના કાપડ અને તૈયાર વસ્ત્રોના 80થી વધુ સ્ટોલ્સ રાખવામાં આવ્યા હતા. કોટન ખાદી, રેશમી, કટિયા,સિલ્ક, પોલી ખાદીની વિશાળ શ્રેણી અહીં જોવામળી હતી. ફેશન શોમાં 5 વર્ષથી 25 વર્ષ સુધીનાં 40 જેટલા બાળકો બાળકીઓ, યુવતીઓ અને યુવાનોએ ખાદીના ડિઝાઈનર વસ્ત્રોને જ પહેરીને કેટ વોક કર્યું હતું.વિવિધ ખાદી માંથી બનાવવામાં આવેલ ટ્રેડિશનલ, વેસ્ટર્ન,રજવાડી, નાના બાળકોના ફેન્સી વસ્ત્રો ફેશન શોમાં મોડલો દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યા. દસ દિવસમાં એક કરોડથી વધુનું વેચાણ થયું હતું.