વડોદરામાં આધેડને લૂંટનાર ટોળકી ઝડપાઈ
વડોદરાઃ શહેરના કુબેરભંડારીથી દર્શન કરી પરત ફરી રહેલ અંજુબેન રાજપૂત ગત 23મી તારીખે કીર્તિસ્તંભથી અલવાનાકા જવા રવાના થયા હતા. જ્યાં લાલબાગ બ્રીજ નીચે મહિલાના ગળામાંથી આછોડાની લૂંટ ચલાવી ત્રણ ઈસમો રીક્ષામાં ફરાર થઈ ગયા હતા. અને તે અંગે ગુનો નોધવામાં આવ્યો હતો અને પોલીસ ગુનામાં તપાસ કરી રહેલ નવાપુરા પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજની મદદથી આરોપીને પકડવામાં સફળતા મળી હતી. આરોપી છાણી પાસે રહેતા ગોર્ધન પરમાર સહિત ચાર ઈસમોને સોનાની ચેઈન અને રીક્ષા સાથે ઝડપી પાડ્યા હતા. જે અંગે એસીપી મેઘા તેવર તપાસ ચલાવી રહ્યા છે.