વડોદરાના બગીખાનામાં 72 વર્ષીય વૃદ્ધે 11 વર્ષીય સગીરાની છેડતી કરતા ફરિયાદ નોંધાઈ - બગીખાના
વડોદરાઃબગીખાના વિસ્તારમાં 72 વર્ષીય વૃદ્ધે 11 વર્ષીય સગીરાની છેડતી કરી હોવાની વાતને લઈ આસપાસની સોસાયટીઓના રહીશોએ એકત્ર થઈ નવાપુરા પોલીસ મથકે પહોંચી દુકાન બંધ કરાવા રજુઆત કરી હતી. વડોદરા શહેરના બગીખાના વિસ્તાર સ્થિત રાજસ્તંભ સોસાયટીમાં ઘરમાંજ દુકાન ચલાવતા 72 વર્ષીય શરદબાબુ દેવકીનંદનએ 11 વર્ષીય સગીરાની છેડતી કરી હોવાની વાતને લઈ સમગ્ર વિસ્તારમાં રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. સગીરાએ પોતાની સાથે વૃદ્ધે છેડતી કરી હોવાની જાણ પોતાના માતા પિતાને કરતાં આસપાસના સોસાયટીઓના રહીશો એકત્ર થઈ નવાપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં રહીશોએ ગેરકાયદેસર રીતે દુકાન ચાલતી હોઈ અને શરદબાબુ દેવકીનંદન નામના વૃદ્ધે સગીરાની છેડતી કરી હોવાના આક્ષેપ કરતાં નવાપુરા પોલીસે સગીરાના માતાપિતા અને વિસ્તારના રાહીશોની રજૂઆતને ધ્યાને લઈ છેડતી કરનાર 72 વર્ષીય શરદબાબુ દેવકીનંદનની અટકાયત કરી વધુ તપાસ હાથધરી હતી.