વડોદરાના આર્ટિસ્ટે મંદિરમાં ભગવાન મહાદેવના બાર જ્યોતિલિંગ, તેમના સ્વરૂપો, અને તાંડવની પેઈન્ટિંગ બનાવી - mahadev painting
વડોદરાઃ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શ્રાવણ માસ એટલે ભગવાન શિવની આરાધના કરી તેમને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ સમય, ત્યારે શહેરના આર્ટિસ્ટ કિશન શાહે પ્રતાપનગર ખાતે આવેલાં શિવજીના રુણમૂકતેશ્વર મંદિરના વિશાળ ગુંબજ પર બાર જ્યોતિલિંગ , ભગવાન શિવના વિવિધ સ્વરુપો , તાંડવ કરતાં આઠ હાથધારી શિવ સહિત વિવિધ ધાર્મિક પ્રસંગો દર્શાવતી થ્રિડી ઈફેક્ટ વાળી ભવ્ય પેઈન્ટિંગ બનાવી છે.