વડોદરાના તરસાલી વિશાલનગરમાં હત્યા પૂર્વે કોલગર્લ પર હુમલો કરનાર મિતુલ ટેલર સહિત બેની પોલીસે કરી ધરપકડ - Vadodara district
વડોદરા: તરસાલી વિશાલનગરમાં જમાઈએ હુમલો કરી સસરાને મોંતને ઘાટ ઉતારી સાસુ પર પણ હુમલો કર્યો હતો. સસરાની હત્યા કરતા પહેલા જમાઈ મિતુલ ટેલરે હાઇવેની એક હોટેલમાં કોલગર્લ પર પણ ચાકુ વડે હુમલો કર્યો હતો. જે સંદર્ભે ગોરવા પોલીસે કોલગર્લ પહોંચાડનાર એજન્ટ અર્જુનસિહ રાજપૂત સહિત બે ઇસમોની ગોરવા પોલીસે ધરપકડ કરી હતી. બન્નેના કોરોના ટેસ્ટ કરવા મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ આવ્યા બાદ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. જોકે,આ મામલે ગોરવા પોલીસ મિતુલ ટેલરની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ એસીપી બી ડિવિઝન બકુલ ચૌધરીએ જણાવ્યું હતું.