બરોડા ક્રિકેટ એસોસિએશને રૂપિયા 50 લાખનું દાન વડાપ્રધાન કેર ફંડમાં આપ્યું - BCA Donation
વડોદરાઃ કોરોના વાઇરસને પગલે સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ધીમે ધીમે કોરોનાનો વ્યાપ પણ વધવા માંડ્યો છે. બીજી તરફ કોરોનાં વાઈરસની મહામારી દૂર કરવા સરકાર દ્વારા અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોના સામેની લડતમાં સહભાગી થવા માટે બીસીસીઆઈ તરફથી મળતી ગ્રાન્ટમાંથી બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા વડા પ્રધાન કેર ફંડમાં રૂપિયા 50 લાખનું અનુદાન કરવામાં આવ્યું છે. આ અંગે BCAના પ્રેસ કાઉન્સિલના મેમ્બર સત્યજીતસિંહ ગાયકવાડે વધુ માહિતી આપી હતી.