વડોદરામાં બેકાબૂ કાર મકાનમાં ઘુસી, એકનું મોત - વડોદરા ન્યૂઝ
વડોદરા: જિલ્લાના અનગઢ ગામે મુકેશભાઇ એક પંચરની દુકાનમાં ચલાવે છે. મુકેશભાઇ માલિકની ઇક્કો કારમાં હવા ભરવા માટે દુકાને આવ્યા હતા. જે દરમિયાન મુકેશભાઇએ ઈક્કો ગાડીના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર એક મકાનમાં ઘુસી ગઇ હતી. ઈક્કો કાર પુરઝડપે મંગલભાઇ ગોહિલના મકાનમાં ઘુસી જતા મકાનની બહાર પડેલ રિક્ષા અને પ્લસર બાઇક સાથે અથડાઈ હતી. જેથી રીક્ષા અને બાઇકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઈક્કો કાર ચલાવનાર ફરાર થઇ ગયો હતો. ઘર માલિકે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કારચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ અકસ્માતમાં એકનું મોત થયું છે.