ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ ચાલુ, ખેડૂતો ખુશખુશાલ - rains
ડાંગઃ જિલ્લામાં ધોધમાર વરસાદ પડયા બાદ હાલ જનજીવન થાળે પડયું હતું. ત્યારે, વરસાદના થોડા વિરામબાદ ફરીથી વરસાદ ચાલું થતાં ખેડૂતોની રોપણી બાકી હોઈ અને ખેડૂતો વરસાદની રાહ જોઇને બેઠા હતાં. ત્યારે, ફરી એક વાર વરસાદ ચાલું થતા ખેડુતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. ગુરુવારથી ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં વરસાદ ચાલું થયો છે. રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પણ વરસાદ વરસતાં સાપુતારામાં ધૂમ્મસમય વાતાવરણ બની ગયું હતું. સાપુતારામાં હાલમાં મોન્સૂન ફેસ્ટિવલ ચાલુ હોઈ પ્રવાસીઓની ભીડ પણ જોવા મળી રહી છે. ડાંગ જિલ્લા ડીઝાસ્ટર વિભાગના જણાવ્યાં અનુસાર છેલ્લાં 10 કલાકમાં ગિરિમથક સાપુતારામાં 21 mm, આહવામાં 11 mm, વઘઇમાં 23 mm જ્યારે સુબિરમાં 14 mm વરસાદ નોંધાયો હતો.