ભરૂચના પોલીસકર્મીનો લોકડાઉનના સમયમાં અનોખો સેવા યજ્ઞ - loakdown effect on worker
ભરૂચઃ લોકડાઉનના સમયમાં ગરીબ અને શ્રમિક વર્ગની હાલત કફોડી બની છે. ત્યારે, ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા પોલીસકર્મી શૈલેશ વસાવા દ્વારા સેવા યજ્ઞ શરુ કરવામાં આવ્યો છે. શૈલેશ વસાવાએ લોક ડાઉનના સમયમાં પોતાનો એક માસનો પગાર ગરીબોના નામે કર્યો છે. અને પગારના નાણામાંથી ગરીબોને ફૂડ પેકેટ અને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.