દાહોદમાં ચાર વર્ષમાં 8 હજારથી વધુ મહિલાઓનું નિઃશુલ્ક નિદાન કરાયું - વડાપ્રધાન મોદી
દાહોદઃ શહેરના સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબી ડૉ. કે. આર. ડામોર પોતાની હોસ્પિટલમાં પ્રતિ માસની નવમી તારીખે નિઃશુલ્ક નિદાન કરી આપે છે. વડાપ્રધાન મોદીએ મહિલા સશક્તિકરણ સુરક્ષિત માતૃત્વ માટે માસમાં એક દિવસ સેવા કરવાની અપીલ ડૉ. ડામોરે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાની આદિવાસી મહિલાઓને તેમની ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ સાવ ઓછું જોવા મળે છે. ક્યારેક માત્ર એકથી દોઢ ટકા હિમોગ્લોબીન હોય એવી મહિલાની પણ સુરક્ષિત ડિલવરી કરાવી છે. આ માટે રાજ્ય સરકારે પોષણ અભિયાન શરૂ કર્યું છે, એ સારી બાબત છે. તેમણે પોતાની હોસ્પિટલમાં કવિ બોટાદરની કવિતા જનની જોડ સખી નહીં જડે રે લોલ લખાવી છે અને તેને સાર્થક કરવાની પ્રબળ મહેચ્છા ધરાવે છે.