ગુરુ આજ્ઞાનું અજોડ ઉદાહરણ એટલે આણંદ સ્થિત 'અનુપમ મિશન' - Yashdip Gadhvi
આણંદઃ ભારતવર્ષ તથા સમગ્ર વિશ્વમાં આવેલ અનેક આધ્યાત્મિક સસ્થાઓના નિર્માણ પાછળ કોઈને કોઈ પ્રેરણાદાયી પ્રસંગ જરૂર હોય છે. આણંદ પાસે મોગરી ગામે આવેલ 'અનુપમ મિશન' સંસ્થા આજે તેના નામ પ્રમાણે અજોડ અને અદ્વિતીય ઉદાહરણ છે. એક ગુરુની આજ્ઞા અને કઠોર પરિશ્રમના ફળ સ્વરૂપ આ સઁસ્થાએ વિશ્વમાં નામના મેળવી રહી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અને આધ્યાત્મિક જગત ના સંતશિરોમાણી આર્ષદ્રષ્ટા ગુરુદેવ યોગીજી મહારાજે ભવિષ્યમાં આવનાર નવાયુગની જરૂરિયાત પારખી પોતાના યુવાન શિષ્ય જશુભાઈને દીક્ષા લઈ ભાગવા ધારણ કરી સમાજ સેવા કરવા કરતાં સામાન્ય વેશે સાધુ બની આંતરિક સાધુતા પ્રાપ્ત કરવા અને સાધનાના સંન્યસ્ત જીવનને પામવાની પ્રેરણા અને આશીર્વાદ આપ્યા. જેના ફળ સ્વરૂપ આજે અનુપમ મિશન સંસ્થા પાંગર્યું, વિક્સયું અને વિસ્તરણ કરી રહ્યું છે. આજે અનુપમ મિશનમાં અનેક સેવા કેન્દ્રો કાર્યરત છે. અનુપમ મિશન સમાજની અલગ-અલગ ક્ષેત્રે સેવા કરી રહ્યા છે. જેવા કે, કેળવણી, સંસ્કૃતિ, સંવાદિતા, સ્વાસ્થ્ય અને આધ્યાત્મ દ્વારા રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થવા સેવા પ્રવૃતિ તથા કર્મયોગી સાધકોનું આધ્યાત્મ ધામ બની ઉભરી રહ્યું છે. ભારત દેશ સાથે સાથે USA અને UK માં પણ અનુપમ મિશનના મંદિર અને આધ્યાત્મિક કેન્દ્રો આવેલા છે. જે વિદેશની ભૂમિ પર પણ સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન કરે છે.