કેન્દ્રીય કૃષિપ્રધાન રૂપાલા વિસાવદરના ખેડૂતોની લીધી મુલાકાત - ETV Bharat
જૂનાગઢ: કેન્દ્રીય કૃષિપ્રધાન પુરુષોતમ રૂપાલા ગુરુવારે એક દિવસ વિસાવદરની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે તાલુકાના ખેડૂતો સાથે મુલાકાત કરીને તેમની સમસ્યાઓની જાણકારી મેળવી હતી. સાથે જ તેમણે આ સમસ્યાઓનો ઉકેલ લાવવાની દિશામાં કામ કરવાની ખેડૂતોને હૈયા ધારણા આપી હતી. વિસાવદરમાં ખેડૂતોની ગ્રુપ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 જેટલા ખેડૂતોનું એક ગ્રુપ બનાવીને રૂપાલાએ તેમની સાથે ચર્ચા કરી હતી. તેમજ ખેડૂતોને પડી રહેલી મુશ્કેલી તેમજ ખેતીને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી રાહત અંગેની ખેડૂતોએ રૂપાલા સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી. જેને લઈને કૃષિપ્રધાને તેમની ચિંતાઓને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તાકીદે ઉકેલવાની હૈયાધારણા આપી હતી.