મહીસાગરમાં 2 દર્દીઓએ કરોનાને મ્હાત આપી - સ્વસ્થ થતા ડિસ્ચાર્જ
મહીસાગર : જિલ્લાના સંતરામપુર અર્બનની 70 વર્ષીય મહીલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના (COVID 19)ના 123 કેસ પોઝીટીવ નોધાયા છે. જેમાં વિરપુર તાલુકાના રડિયાતા ગામની 52 વર્ષીય મહીલા અને વઘાસ ગામના 19 વર્ષીય પુરુષએ કોરોનાને મ્હાત આપતા અત્યાર સુધીમાં કુલ કુલ 79 દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 2 વ્યક્તિના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 1966 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 3627 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.