મહીસાગરના આદિવાસીઓ ઢોલના તાલે નાચગાન કરી હોળીની ઉજવણી કરે છે - આદિવાસીઓ
મહીસાગર: આદિવાસીઓ 15 દિવસ અગાઉથી ઢોલ વગાડી દાંડિયા રમે છે. મહિસાગર જિલ્લામાં ખાનપુર તાલુકાના પ્રાચીન સ્થળ કલેશ્વરી (લવાણા) ખાતે ગામલોકો ઢોલ વગાડી દાંડિયા રમી રહ્યા છે. હોળીના તહેવાર આવતા આદિવાસીઓ તેમની પ્રાચીન પરંપરા મુજબ દાંડિયા રાસ રમવામાં લાકડીનો ઉપયોગ કરે છે. આ એક આગવી શૈલી છે, જેમાં રાત્રીના સમયે આદિવાસીઓ ઢોલના તાલે સ્થાનિક ગીતોના લ્હેકડા કરીને ઝૂમતા હોય છે.