માંગરોળ-જૂથળ રસ્તા પર તોતિંગ વૃક્ષ ધરાશાયી, વાહન વ્યવહાર ખોરવાયો - વૃક્ષ ધરાશાયી થવાની ઘટના
જૂનાગઢઃ જિલ્લાના માંગરોળથી જુથળ જતા રસ્તા પર સકરાણા ગામ નજીક આંબલીનું એક તોતીંગ વૃક્ષ ઘરાશાયી થતાં રસ્તો થયો બંધ થયો હતો. માંગરોળ તેમજ માળિયા હાટીના પંથકમાં ગત રાતે શનિવારથી અત્યાર સુધી સતત નવ કલાકથી વરસાદ શરૂ છે. આજે રવિવારની સવારથી જ તોફાની પવન સાથે વરસાદ શરૂ થતાં અનેક વૃક્ષો ઘરાશાયી થયાના અહેવાલ મળી રહ્યા છે. ત્યારે માંગરોળથી જુથળ ગામે જવાના રસ્તા પર એક આંબલીનું તોતિંગ જાડ પડી જતાં રસ્તો બંધ થયો હતો. જે રસ્તો ખોલવા માટે સકરાણા ગ્રામ પંચાયતને હાલ વહીવટ તંત્ર દ્વારા આ રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.