ભુજની ગૌશાળાએ વાછરડાઓને ખીચોખીચ ભરીને ટ્રક પરિવહન કરતાં જીવદયા પ્રેમીઓમાં રોષ - swami narayan gaushala
જૂનાગઢઃ કચ્છના ભુજમાં આવેલી સ્વામી નારાયણ ગૌશાળા ટ્ર્સ્ટ દ્વારા ટ્રકમાં વાછરડા ભરી જૂનાગઢના કેશોદ મોકલાયા હતાં. ટ્રકમાં માત્ર આઠ પશુઓ ભરવાની મંજૂરી આપવામાં આવે છે. પરંતુ આ ટ્રકમાં 8 કરતાં વધારે વાછરડા ભરેલા હોવાની માહિતી જીવદયા પ્રેમીઓે મળી હતી. કેશોદના ગૌરક્ષકોએ ટ્રકમાં તપાસ કરતાં તેમાંથી 18 વાછરડાંઓ ખીચો ખીચ ભરેલા હતાં. આ ઉપરાંત ડ્રાઈવર પાસેથી શ્રી સ્વામી નારાયણ ગૌશાળાનો લેટરપેડ મળી આવ્યો હતો. વાછરડાંઓની આવી દયનીય હાલત જોઈ જીવદયા પ્રેમીઓમાં આક્રોશ ફેલાયો હતો.