રાજકોટમાં વર્દીના અહંકારે ભુલાવી ઉંમરની શરમ, જુઓ ટ્રાફિક વોર્ડનની લાફાવાળી - ટ્રાફિક વોર્ડન
રાજકોટઃ શહેરના લીમડાચોકમાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક વોર્ડન વૃદ્ધને માર મારતો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે વૃદ્ધ અને ટ્રાફિક વોર્ડન વચ્ચે થોડીવાર બોલાચાલી થાય છે અને ત્યારબાદ વોર્ડન વૃદ્ધને લાફો મારે છે જેને લઈને મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ટ્રાફિક વોર્ડન બાદ ટ્રાફિક પોલીસે પણ વૃદ્ધને માર મારવાની કોશીષ કરી હતી અને વૃદ્ધનો કાંઠલો પકડ્યો હતો. ટ્રાફિક પોલીસના આ ગેરવર્તનનો વીડિયો વાયરલ થતા ટ્રાફિક એસપીએ તપાસના આદેશ આપ્યા છે. મહત્વનું છે કે, ગઈકાલે પણ ટોઈંગ કરવા મુદ્દે પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થયું હતું જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો, ત્યારે આજે ફરી એક વખત ટ્રાફિક પોલીસનો વીડિયો સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.