અમરેલી જિલ્લામાં ટ્રાફિક નિયમો અનુસરવા ટ્રાફિક પોલીસ દ્વારા ઝૂંબેશ - campaign
અમરેલી: શહેરમાં મંગળવારથી ટ્રાફિક નિયમોના પાલન કરવા અમરેલી શહેર ટ્રાફિક દ્વારા ચેકીંગ શરૂ કરાયું હતું. જોકે હાલ લોકોમાં થતી મુશ્કેલીઓના કારણે વાહનચાલકોને થોડી રાહત અપાઈ હતી. શહેરમાં ટ્રાફિક નિયમમાં વધારો આવતા નિયમોનો અમલ કરવા માટે વાહન ચાલકોએ તેને ફાયદા રૂપ જણાવ્યા હતા. ખાસ કરીને અમરેલીના રોડ-રસ્તા સુધારવા માટે તાકીદ કરી હતી. તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા પણ ઘણું સારું વર્તન જોવા મળેલું હતુ. ટ્રાફિક પોલીસ દ્વાર પબ્લિક પ્રત્યે સારા પ્રયાસો કરવામાં આવ્યા હતા તેમજ લોકો પાસેથી સારા પ્રતિસાદ જોવા મળ્યા હતા. આ ઝુંબેશ દરમિયાન ચેકીંગ હાથ ધરાતા આછો દંડ કરી સહકાર પૂરો પાડ્યો હતો. તેમજ હેલ્મેટ અને પી.યૂ.સી. માટે લાંબી કતારો જોવા મળી હતી.