રેડ ઝોન સુરતમાં ટ્રાફિક જામ સર્જાયો - સુરતમાં લોકડાઉનનું ઉલ્લંઘન
સુરત: દેશમાં લોકડાઉન 3 મે થી બે અઠવાડિયા વધારી 17 મે સુધી કરવામાં આવ્યું છે, પરંતુ સુરતમાં લોકડાઉનના ધજાગરા ઉડ્યા હતા. સુરતના અડાજણ, મજુરાગેટ, અઠવાગેટ સહિતના વિસ્તારોમાં જાણા લોકડાઉન પૂર્ણ થઇ ગયું હોય, તેવી રીતે લોકો રોડ પર સાધનો લઇને નીકળી પડ્યા હતા. શહેરના અડાજણ સ્થિત ગુજરાત ગેસ સર્કલ પાસે સામાન્ય દિવસોની જેમ ટ્રાફિક જામ સર્જાયો હતો, જયારે મજુરાગેટ પર પોલીસના અધિકારીઓ પણ ટ્રાફિક જામમાં ફસાયા હતા.