ભરૂચમાં પ્લાસ્ટિકનાં ચેકિંગ માટે ગયેલા નગરપાલિકાની ટીમને વેપારીઓએ ભગાડ્યા - ભરૂચ
ભરૂચ: નર્મદાનાં પુરના કારણે લાંબો સમય બજાર બંધ રહ્યા બાદ દરોડાની કાર્યવાહીથી વેપારીઓમાં રોષ પ્રર્વત્યો છે. ભરૂચના ગાંધીબજારમાં પ્લાસ્ટિકનાં ચેકિંગ અર્થે ગયેલા નગરપાલિકાની ટીમને વેપારીઓએ ભગાડી મુક્યા હતા. ચેકિંગ અર્થે ગયેલા અધિકારીઓને વેપારીઓએ ઘેરી લીધા હતા અને વેપારીઓનો રોષ પારખી અધિકારીઓને સ્થળ પરથી પલાયન થઇ જવું પડ્યું હતું. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. તાજેતરમાં જ નર્મદા નદીમાં પુર આવ્યું હતું. જેમાં ગાંધીબજારમાં પણ પુરના પાણી ફરી વળતા લાંબો સમય વેપાર ધંધા બંધ રહ્યા હતા. વેપારીઓએ રજૂઆત કરી હતી કે પુર સમયે કોઈ અધિકારી કે પદાધિકારી અહી ફરક્યું ન હતું ત્યારે હવે માંડ માંડ દુકાન શરુ થઇ છે ત્યારે આ કાર્યવાહી કરવી ખોટી છે.