આજે 23 માર્ચ શહીદ દિવસે ભાજપ દ્વારા વીર શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા - ભગતસિંહ
ભરૂચ: આજે તારીખ 23મી માર્ચ શહીદ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વીર શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો છે. આજે તારીખ 23મી માર્ચના રોજના આઝાદીના લડવૈયા ભગતસિંહ,રાજગુરુ અને સુખદેવને ફાંસીના માંચડે લટકાવવામાં આવ્યા હતા અને ત્રણેય ક્રાંતિવીરોએ હસતા મોઢે મોતને વ્હાલું કર્યું હતું. આજના દિવસને શહીદ દિન તરીકે મનાવવામાં આવે છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આ અંગેનો કાર્યક્રમ શહેરના સ્ટેચ્યુ પાર્કમાં યોજાયો હતો. જેમાં ભાજપના આગેવાનોએ ભગતસિંહ,રાજગુરુ અને સુખદેવને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા અને ક્રાંતિવીરોના બલિદાનને યાદ કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા તેમજ આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.