મોરબીમાં કોરોનાના વધુ 10 કેસ નોંધાતા કુલ આંકડો 129 થયો - મોરબી કોરોના કેસ વિગત
મોરબીઃ જિલ્લામાં વધુ 10 કેસો નોંધાયા છે, જેમાં બાયપાસ સિલ્વર પાર્ક સોસાયટીના 65 વર્ષના વૃદ્ધા, કન્યા છાત્રાલય રોડ પવનસુત, પુનીતનગરના 68 વર્ષના પુરુષ, પારેખ શેરીના રહેવાસી 80 વર્ષના વૃદ્ધાએ ત્રણ દર્દીના તા. 11ના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. તે ઉપરાંત સાવસર પ્લોટના 83 વર્ષના ડોક્ટર, શનાળા રોડ વિઠ્ઠલનગરમાં રહેતા 28 વર્ષના મહિલા ડોક્ટર, રવાપર રોડ ઋત્વિક હાઈટ્સ સાનિધ્ય પાર્ક સોસાયટીના 32 વર્ષના પુરુષ, જેતપર મચ્છુ સોનીવાડી શેરીના 36 વર્ષના પુરુષ, મોરબીના નાની બજારના રહેવાસી 20 વર્ષના મહિલા, માધાપરના રહેવાસી 35 વર્ષના મહિલા અને નાની બજારના રહેવાસી 55 વર્ષના પુરુષનો એમ કુલ 10 રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. તે ઉપરાંત મોરબીના વધુ છ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે અને સ્વસ્થ થતા મોરબીની હોસ્પિટલમાંથી છ દર્દીઓને રજા આપવામાં આવી છે. મોરબીના આજના 10 કેસો સાથે કુલ કેસની સંખ્યા 129 પર પહોંચી છે, તો 44 દર્દીઓ સાજા થતા હાલ 78 એક્ટીવ કેસ જોવા મળે છે. જયારે કુલ 7 દર્દીના કોરોનાને પગલે મૃત્યુ થયા છે.