કપડવંજમાં CAAના સમર્થનમાં તિરંગા યાત્રા યોજાઈ - CAAના સમર્થનમાં તિરંગા યાત્રા
કપવંજઃ નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ જિલ્લામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કપડવંજ ખાતે ખેડા જિલ્લાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારના રોજ કપડવંજ શહેરમાં એપીએમસીથી નગરપાલિકા સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં યોજાયેલી યાત્રામાં ભારતીય જનતા યુવા મોરચા કાર્યકર્તા, ભાજપ આગેવાનો, કાર્યકરો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. તિરંગા યાત્રામાં નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કરવા મિસકોલ કરવા અને પોસ્ટકાર્ડ લખવા સૌને આહવાન કરવામાં આવ્યું હતું.