દ્વારકાના માલેતા ગામના 3 યુવાનો ભંગ નદીમાં તણાયા, 1નો બચાવ - દેવભૂમિ દ્વારકા એન. ડી.આર. એફ. ની ટીમ
દેવભૂમિ દ્વારકા: જિલ્લાના માલેતા ગામના ત્રણ યુવાનો આઝાદી પર્વની ઉજવણી કર્યા બાદ હડમતીયા નજીકના ભંગ નદીના કોઝવે ઉપર પસાર થતી નદીના પાણીમાં સામે કાંઠે જવા માટે નીકળ્યા હતા, ત્યારે ભંગ નદીના ધસમસતા પ્રવાહમાં પ્રથમ એક યુવાન તણાઈ રહ્યો હતો, ત્યારે બીજા બે યુવાનો તેને બચાવવા જતા કમનસીબે ત્રણેય યુવાનો તણાઈ ગયા હતા. જેમાં સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરતા એન.ડી.આર.એફ.ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ તણાઈ ગયેલા ત્રણ યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. જેમાં એક યુવાન બચી ગયો હતો. જ્યારે અન્ય બે યુવાનો તણાઇ ગયા હતા.
Last Updated : Aug 16, 2020, 8:14 AM IST