જામનગરમાં માસ્ક ન પહેરનાર સામે કાર્યવાહી, વસૂલાયો દંડ - જામનગર કોરોના
જામનગર શહેરમાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે, રોજ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસ વધી રહ્યા છે. ત્યારે જામનગર શહેરમાં આજરોજ મહાનગર પાલિકાની ટીમ અને પોલીસ દ્વારા માસ્ક ન પહેરનાર લોકો સામે સખત કાર્યવાહી કરી હતી અને માસ્ક નહીં પહેરનારનેે 500 રુપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.