ભરૂચના મહમદપુરા વિસ્તારમાં આવેલા સીટીઝન કોમ્પ્લેક્ષના ત્રીજા માળની ગેલેરી અચાનક ધરાશાયી - સીટીઝન કોમ્પ્લેક્ષના ત્રીજા માળની ગેલેરી અચાનક ધરાશાયી
ભરૂચઃ મહમદપુરા વિસ્તારમાં આવેલા સીટીઝન કોમ્પ્લેક્ષના ત્રીજા માળની ગેલેરી અચાનક ધરાશાયી થતા દોડધામ મચી ગઇ હતી. ગેલેરી ધરાશાયી થતા એક ફ્લેટમાં દટાયેલા પરિવારના ચાર સભ્યોને ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. એક જ પરિવારના ચાર સભ્યોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.