અમદાવાદમાં જય રણછોડ, જય જગન્નાથના નાદ સાથે મંદિર ગૂંજી ઉઠ્યું - ahmedabad RathYatra
અમદાવાદ: ભગવાન જગન્નાથની 143મી રથયાત્રામાં મંદિરમાં ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી રહ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત CP અને DGP હાજર છે. અમદાવાદના જગન્નાથ મંદિરના પરિસરમાં જ રથયાત્રા કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે હવે જગન્નાથ મંદિરમાં ભક્તોને પ્રવેશ અપાઈ રહ્યો છે. મંદિરના પરિસરમાં આવતા તમામ ભક્તોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવે છે. સામાજીક અંતર જળવાય તે રીતે મંદિરમાં કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ અને મંદિરના મહંત દિલીપ દાસજીની ચર્ચા બાદ પ્રદક્ષિણા શરૂ કરવામાં આવી છે.