ગુજરાત કોંગ્રેસમાં જિલ્લા, તાલુકામાં મોટા ફેરફાર થશે: રાજીવ સાતવ - Gujarat
ગાંધીનગર: લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું હતું અને કાર્યકારી અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીની નિમણૂક કરવામાં આવી હતી, ત્યારે સોનિયા ગાંધીએ સમગ્ર દેશમાં તમામ સ્થળે કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર કરવાના સૂચનો આપ્યા હતા. જેને અનુલક્ષીને ગુજરાતમાં પણ મોટા પાયે સંગઠનમાં ફેરફાર કરવાની વાતને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે નિવેદન કર્યું છે. શનિવારે યોજાયેલી પેટા ચૂંટણીની બેઠકમાં સાત વિધાનસભા બેઠકની ચર્ચા કરવામાં આવી હતી અને ત્યાં સંગઠન કઈ રીતનું છે અને કઈ રીતે ચૂંટણી દરમિયાન કામગીરી કરવી તેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.