ગુજરાત

gujarat

ETV Bharat / videos

Theft incident in Vadodara: વડોદરા LCBએ સિખલિકર ગેંગના રીઢા ચોરને ઝડપ્યો - વડોદરા SOG પોલીસ

By

Published : Feb 1, 2022, 9:12 PM IST

વડોદરા જિલ્લા LCB તથા SOG અને પેરોલ ફર્લો સ્કોડ દ્વારા વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન LCB અને SOG મળેલ બાતમીના(Vadodara Rural LCB) આધારે વડોદરા કપૂરાઇ ચોકડી પાસે પાર્ક કરેલ ફોરવ્હિલર ગાડી ચોરી( Theft incident in Vadodara )કરવાના બહાને આંટાફેરા કરતા લખનસિંઘ શેરુસિંઘ ભાટીયા સિકલીગરને ઝડપી પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેની પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન સહિતનો મુદ્દમાલ મળી આવ્યો હતો. તેની વધુ તપાસ હાથ ધરતા વડોદરા ઉપરાંત વિવિધ સ્થળોએથી વાહન (Vadodara SOG Police )ચોરી, ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો હોવાનું સાથે જ તાજેતરમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના જનસંપર્ક કાર્યાલય સહિતના ડભોઈમાં અન્ય સ્થળોએ ચોરીમાં સંડોવણી હોવાની કબૂલાત કરી હતી. ઉપરાંત કેલનપુર, શંકરપુરા,મકરપુરા, પોરટીંબી, વાઘોડિયા સહિતના વિસ્તારોમાં અલગ અલગ વાહનચોરી તથા ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો હોઈ તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details