વડોદરાના મેવલી ગામે અંધારાનો લાભ લઈ તસ્કરોએ 5 દુકાનોના તોડ્યા તાળા - Today News
વડોદરાઃ સાવલીના મેવલી ગામે ગતરાત્રીએ વરસાદ તેમજ અંધારાનો લાભ લઇ મોબાઈલની દુકાન, રમકડા, પાન બીડી, સહિતની પાંચ દુકાનના તાળા તોડી તસ્કરોએ આશરે અડધા લાખનો હાથ ફેરો કરી પલાયન થયા હતા. આ બનાવની સાવલી પોલીસને જાણ થતા સાવલી પોલીસ બનાવ સ્થળે પહોંચી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી હતી. ગતરાત્રે થયેલા વરસાદનો લાભ લઇ તસ્કરોએ એકસાથે પાંચ દુકાનોના તાળા તોડી 50 હજારની ચીજવસ્તુઓ તેમજ રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.