કેશોદના અગતરાય ગામે 5 કારખાનામાં ચોરી થતા કારખાના માલિકોમાં રોષ - Agtaray of Keshod
જૂનાગઢ :કેશોદ શહેરમાં ચોર ટોળકીએ પોલીસને ચેલેન્જ કરી હોઇ તેમ ફરી એક વખત ચોરીની ઘટના સામે આવી છે. કેશોદના અગતરાય ગામમાં 5 કારખાનાઓમાં ચોરી થતાં વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે. તસ્કરોએ તાળા તોડી કુલ 15000 રોકડની ચોરી કરી કારખાનાની મિલ્કતોને પણ ભારે નુકસાન પહોંચાડયું છે. કારખાનાઓમાં ચોરીના બનાવો વધી જતાં વેપારીઓ દ્વારા મીટીંગ યોજાઈ હતી. આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.