ગુજરાત

gujarat

ETV Bharat / videos

કેશોદ પાલિકામાં કોંગ્રેસ-NSUIના નેતાઓ ધરણા બેઠા હોવા છતાં ઓફિસને તાળુ માળ્યું - NSUI president

By

Published : Jul 1, 2020, 6:00 PM IST

જૂનાગઢઃ કેશોદમાં તુટેલા રોડ બાબતે નગરપાલિકા કચેરીમાં યુથ કોંગ્રેસ પ્રમુખ અને NSUI પ્રમુખે ધરણાં પર બેઠા હતા. તુટેલા રોડ રસ્તા રીપેરીંગ એસ્ટીમેન્ટ મુજબ કામગીરી કરવા તેમજ રોડ રીપેરીંગ સમય મર્યાદામાં કરી આપવાની લેખિતમાં ખાત્રી આપવા અવિનાશે પરમારે માગ કરી હતી. જો કે, આ માંગણી ન સ્વીકારી નગરપાલિકા પ્રમુખ ચેમ્બર છોડીને જતાં રહ્યાં હતા. જેથી કેશોદમાં નગરપાલિકા પ્રમુખની ઓફિસમાં ધરણાં કરી રહેલા યુથ કોંગ્રેસ પ્રમુખ અને NSUI પ્રમુખ સહિતના 2 કાર્યકરોને પ્રમુખની ઓફિસ બહારથી તાળું માર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details