જામનગરમાં યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા અંતિમ યાત્રા કાઢી સરકાર સામે અનોખો વિરોધ દર્શાવ્યો - કોંગ્રેસ અને NSUI
જામનગર: બિનસચિવાલયની પરીક્ષામાં થયેલ ગેરરીતિ અને કૌભાંડના વિરોધમાં જામનગર યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા વિરોધ કરવામા આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને ભાજપ સરકારની નનામી કાઢીને વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં યુવક કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓ નનામી યાત્રામાં જોડાયા હતા. આ રેલી અનુપમ ટોકીઝથી બેડી ગેટ સુધી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.