સહજાનંદ કોલેજ વિવાદઃ મહિલા આયોગે તપાસ શરૂ કરી - મહિલા આયોગ
ભુજ: સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યુટમાં માસિક ધર્મની તપાસ માટે વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારવાથી શનિવારે મહિલા આયોગની 5 સભ્યોની ટીમ તપાસ કરવા પહોંચી છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ટીમ દ્વારા વિદ્યાર્થીઓ, સંચાલકો અને સંસ્થાના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરવામાં આવશે, ત્યારાબાદ એક અહેવાલ તૈયાર કરી મહિલા આયોગના અધ્યક્ષને સુપરત કરવામાં આવશે.